મહેસાણાના વિસનગરમાં એકબીજાને ખાસડા મારીને ધૂળેટી પર્વની અનોખી રીતે કરાઈ ઉજવણી
Live TV
-
વિસનગરમાં છેલ્લા 150 વર્ષ જૂની પરંપરા મુજબ ધૂળેટી પર્વની ઉજણી કરવામાં આવે છે. જેમાં શહેરના ટાવર વિસ્તારમાં ખાસડા યુદ્ધ રમીને ઉજવણી કરાય છે
મહેસાણાના વિસનગરના ધૂળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. વિસનગરમાં ધૂળેટી રંગોથી નહી પણ એકબીજાને ખાસડા મારીને ઉજવવામાં આવે છે. વિસનગરમાં છેલ્લા 150 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે.
ધુળેટીએ 200 વર્ષ જૂની ખાસડા યુદ્ધની પરંપરા:વિસનગરમાં લોકો હોળીની ઉજવણી રગોથી નહીં, પણ ખાસડા, શાકભાજીથી કરે છે; જેને વાગે તેનું વર્ષ સારું જતું હોવાની માન્યતા
દેશભરમાં હોળી-ધુળેટી પર્વની ઉજવણી ખૂબ જ ધામધૂમથી થઈ રહી છે. ત્યારે વિસનગર ખાતે ધુળેટી પર્વ પર રંગ છાંટીને નહીં પરતું અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. જેમાં એકબીજાને ખાસડા મારીને ધુળેટીની ઉજવણી કરવામાં આવે છે. જેમાં શહેરના ટાવર વિસ્તારની અંદર છેલ્લા 200 વર્ષથી ખાસડા મારીને ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ખાસડાની જગ્યાએ એકબીજાને શાકભાજી મારી ઉજવણી કરવામાં આવી હતી.
