ડીજીપી શિવાનંદ ઝાની અધ્યક્ષતામાં વાર્ષિક ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ
Live TV
-
કાયદો વ્યવસ્થા તેમજ સુરક્ષાને લઈને જરૂરી માર્ગદર્શન અપાયુ
રવિવારે ડીજીપી શિવાનંદ ઝાની અધ્યક્ષતામાં વાર્ષિક ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતુ..જેમાં રાજ્ય પોલીસ વિભાગના સીઆઈડી ક્રાઈમ, સીઆઈડી(ઈન્ટે), એટીએસ, તકનીકી સેવાઓ , કોસ્ટલ સિક્યુરીટીનાવડાઓ,તમામ પોલીસ કમિશનરો, તમામ રેન્જ વડા અને તમામ પોલસ અધિક્ષકોએ હાજરી આપી હતી.કોન્ફરન્સમાં રાજ્યની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા, મહિલા અને બાળકોની સુરક્ષા સંબંધિત તથા પોલીસ વિભાગને લગતા વહીવટી મુદ્દાઓ અંગે જરૂરી સૂચનો અને આગામી સમયમાં અગત્યના વીવીઆઈપી બંદોબસ્ત અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ..
