બનાસકાંઠાઃ CM રૂપાણીએ બનાસ ડેરીના પ્રોસેસીંગ પ્લાન્ટનું કર્યું ખાતમૂર્હુત
Live TV
-
આ પ્રસંગે મુખ્યમંત્રીએ ડેરીના નવા પ્લાન્ટ સ્થાપવા માટે બનાસ ડેરીને અભિનંદન આપતા જણાવ્યું કે, દેશમાં શ્વેતક્રાંતિ લાવવામાં બનાસ ડેરીનું મહત્ત્વનું યોગદાન છે.
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બનાસ ડેરીના દૈનિક ૩૦ લાખ લીટર દૂધના પ્રોસેસીંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત-ભૂમિપૂજન કર્યું હતું.
તેમણે કહ્યું કે આપણી સંસ્કૃતિમાં ગાય, ગંગા, ગીતાનું વિશેષ મહત્વ છે. તેમણે જણાવ્યું કે, સંસ્કૃતિને વરેલી આ સરકાર પશુપાલન અને ડેરી ઉદ્યોગના વિકાસ માટે સક્રિય રીતે સંકલ્પબદ્ધ છે. તો મુખ્યમંત્રી રૂપાણીએ થરાદ ખાતે રૂ. ૩૬ કરોડના ખર્ચે નવનિર્મિત કૃષિ મહાવિધાલય અને રૂ. ૬૩પ કરોડના ખર્ચે ખેડૂતો માટે કાર્યન્વિત બહુહેતુક થરાદ-સીપુ યોજનાનો શુભારંભ પણ કરાવ્યો હતો.
રણકાંઠાના ખેડૂતોને મળનારા નર્મદાના નીરની વાત કરતા મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, થરાદ-સીપુ બહુહેતૂક યોજનાથી આ વિસ્તારના ૧૦૬ ગામોના ૩૯ તળાવો ભરાતા ૬ હજાર હેકટર કરતા પણ વધુ જમીનને પિયતનો લાભ મળતા ધરા નવપલ્લવિત બનશે.
