Skip to main content
Settings Settings for Dark

તાપીમાં ઉચ્છલ નિઝર હાઇવે પર અકસ્માત, બે બાઇક સામસામે અથડાતાં ત્રણ યુવકોનું મોત

Live TV

X
  • નિઝર-ઉચ્છલ હાઇવે પર પસાર થઈ રહેલી બે બાઇકો વચ્ચે ગામડી ગામ પાસે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇકના ફૂરચા ઊડી ગયા હતા અને સવાર યુવાનો હવામાં ફંગોળાયા હતા. આ અકસ્માતમાં શ્રાવણ વસાવા, સંદિપ વસાવા અને ઋષિકેશ વળવીના કરુણ મોત નીપજ્યા છે.

    તાપી જિલ્લાના નિઝર-ઉચ્છલ સ્ટેટ હાઇવે પર રવિવારે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નિઝરના ગામડી ગામની સીમમાં બે મોટરસાયકલ સામસામે પ્રચંડ વેગે અથડાતા ગંભીર દુર્ઘટના ઘટી હતી. આ અકસ્માતમાં ત્રણ યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે એક યુવક હાલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છે.

    મળતી માહિતી મુજબ નિઝર-ઉચ્છલ હાઇવે પર પસાર થઈ રહેલી બે બાઇકો વચ્ચે ગામડી ગામ પાસે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇકના ફૂરચા ઊડી ગયા હતા અને સવાર યુવાનો હવામાં ફંગોળાયા હતા. આ અકસ્માતમાં શ્રાવણ વસાવા, સંદિપ વસાવા અને ઋષિકેશ વળવીના કરુણ મોત નીપજ્યા છે. જ્યારે વિનુ વળવી નામનો યુવક ઇજાગ્રસ્ત થયો છે. જે હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.  3 યુવકોના મોતથી રૂમકિતલાવ અને વેડાપાડા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 

    ઘટનાની જાણ થતાં જ નિઝર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. હાઇવે પર અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply