સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે ભાજપે કર્યા પ્રચારના શ્રી ગણેશ, મુખ્યમંત્રીએ અમદાવાદના ઉમેદવારોને લેવડાવ્યો સંકલ્પ
Live TV
-
રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ઉમેદવારોની ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા 11 એપ્રિલે પૂર્ણ થઈ ગઈ હતી, ત્યારે ભાજપ દ્વારા આજથી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજથી ચૂંટણી પ્રચારનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યભરની 15 મહાનગરપાલિકાઓમાં ભાજપના ઉમેદવારો એકસાથે પ્રચારના મેદાનમાં ઉતર્યા છે. આ પ્રસંગે તમામ મહાનગરપાલિકાઓમાં એકસાથે ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે દ્વારા ઉમેદવારો જનતા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરશે. આ કાર્યક્રમ ભાજપના પ્રચાર અભિયાનને એક સુગઠિત અને પ્રેરણાદાયક શરૂઆત આપશે.
રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ઉમેદવારોની ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા 11 એપ્રિલે પૂર્ણ થઈ ગઈ હતી, ત્યારે ભાજપ દ્વારા આજથી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. ભાજપે 15 મનપામાં એક સાથે જનસેવા સંકલ્પ કાર્યક્રમ યોજી પ્રચારની શરૂઆત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં શક્તિ પ્રદર્શન સાથે તમામ 192 ઉમેદવારોને જનસેવાના સંકલ્પ લેવડાવ્યા હતા. તમામ ઉમેદવારોમાં ચૂંટણીને પગલે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે નાયબ મુખ્યમંત્રીએ વડોદરા ખાતેથી તમામ ઉમેદવારોને સંકલ્પ લેવડાવ્યા હતા.
મુખ્યમંત્રીએ ઉમેદવારોને લેવડાવ્યો આ સંકલ્પ
સૌથી ઉપર મારો દેશ અને દેશવાસીઓ..
ત્યારબાદ મારો પક્ષ..
અને ત્યારબાદ હું.
ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા રાષ્ટ્રહિતને સર્વોપરી રાખે છે, અને સ્વહિતના વિચારને સૌથી છેલ્લે.
શ્રદ્ધેય પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીના એકાત્મ માનવદર્શનને ભાજપા વરેલી છે. જનસેવા એ ભાજપાના સંસ્કાર છે.
આજે અમદાવાદ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભાજપા ઉમેદવારો સાથે જનસેવાના આ સંકલ્પને દોહરાવ્યો.
પક્ષના કાર્યકરોની ઊર્જા, તેમનો ઉત્સાહ અને ભારતમાતાને દુનિયામાં શ્રેષ્ઠ સ્થાને બિરાજમાન કરાવવાની સૌની પ્રતિબદ્ધતા પ્રેરણાના સાગર સમી છે.
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપા યશસ્વી વિજયની યાત્રાને અવિરત રાખશે, અને જનસેવામાં ભાજપાના પ્રત્યેક કાર્યકર્તા કોઈ કસર બાકી રાખશે નહીં.
