Skip to main content
Settings Settings for Dark

તાપી જિલ્લાના બાજીપુરામાં યોજાયું ‘સહકારથી સમૃદ્ધિ’ વિરાટ સંમેલન

Live TV

X
  • ‘ગુજરાતની સહકારી વ્યવસ્થા દેશ માટે રોલમોડેલ સમાન છે, જેમાં સહકારી ખાંડ મિલો દેશભરમાં સર્વશ્રેષ્ઠ-ચડિયાતી છે. દેશના ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને સમાન વિકાસની તક આપવામાં સહકારી ક્ષેત્રનું અમૂલ્ય યોગદાન છે. વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને પૂર્ણ કરવામાં અને ખેડૂતોની આવક બમણી કરવામાં સહકારી ક્ષેત્ર અગ્રેસર બનશે.' એમ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે તાપી જિલ્લાના બાજીપુરા ખાતે ‘સહકારથી સમૃદ્ધિ’ સંમેલનને સંબોધતા જણાવ્યું હતું.
    દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના "આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.-સુમુલ ડેરી દ્વારા બાજીપુરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને ‘સહકારથી સમૃદ્ધિ’ વિરાટ સંમેલન યોજાયું હતું.
    સંમેલન સ્થળેથી સહકાર મંત્રીના હસ્તે 'સહી પોષણ, દેશ રોશન' અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર અને ગુજરાત કો.ઓપ.મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સહયોગથી સુમુલ ડેરી દ્વારા નવનિર્મિત સત્વ ફોર્ટિફાઈડ તેમજ ચક્કી આટા પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન તેમજ નવી પારડીમાં બનનારા અત્યાધુનિક ‘બટર કોલ્ડ સ્ટોરેજ’ તથા ‘પાવડર વેર હાઉસ’નું ભૂમિપૂજન, સુમુલ દાણ ફેક્ટરીના રો-મટિરિયલ વેસ્ટને ઓર્ગેનિક ખાતરમાં રૂપાંતરિત કરી રાજ્ય સરકારના ઓર્ગેનિક ફાર્મિંગના કોન્સેપ્ટને વેગ આપવા 'સુમુલ બાયો કમ્પોસ્ટ ઓર્ગેનિક ખાતર ઉત્પાદન એકમ' તેમજ પશુ વંધ્યત્વ નિવારણ અને પશુઓની દૂધક્ષમતા વધારા માટે જરૂરી પશુઆહાર સપ્લીમેન્ટ 'સુમુલ ફર્ટીકેર ગોલ્ડ બોલસ' અને 'સુમુલ ન્યુટ્રીમિલ્ક ફીડ-સપ્લીમેન્ટસ’ ઉત્પાદન એકમોનું ઉદ્દઘાટન ગૃહમંત્રીના વરદ્દ હસ્તે સંપન્ન થયું હતું.
    દેશના પ્રથમ સહકાર મંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, સહકારી પ્રવૃત્તિઓથી ગ્રામ ઉત્થાનના બીજ સરદાર વલ્લભભાઈ પટેલ, ત્રિભુવનદાસ પટેલ, પૂ.ભાઈકાકા, વૈકુંઠભાઈ મહેતા સહિતના સહકારી નેતાઓએ વાવ્યા હતા, જે આજે વિશાળ વટવૃક્ષમાં પરિવર્તિત થયા છે. તેમણે લાખો ખેડૂતો, પશુપાલકો સહકારથી સમૃધ્ધિ તરફ જઈને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકારિત કરશે એમ જણાવતા સુમુલ ડેરીના પશુપાલકોના આર્થિક ઉન્નતિના પ્રયાસોને બિરદાવ્યા હતા.
    આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સહકારિતાના ભાવ સાથે 200 લિટરથી શરૂ થયેલી સુમુલ ડેરી આજે 20 લાખ લિટર દૂધનું એકત્રીકરણ કરીને વટવૃક્ષ બની છે, જે બદલ અભિનંદન પાઠવ્યા હતા. આઝાદીની ચળવળમાં ગાંધીજી અને સરદારસાહેબે આપેલા યોગદાનને યાદ કરીને બારડોલી સત્યાગ્રહના આંદોલને દેશમાં ગુજરાતની અસહકાર આંદોલનની પિઠીકા તૈયાર કરી હોવાનું જણાવ્યું હતું. 
    સહકારિતાએ ગુજરાતમાં વિકાસના નવા કિર્તિમાનો સર કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘સૌના સાથ અને સૌના વિકાસ’ના મંત્ર તથા સહકારીતા ક્ષેત્રના ‘વિના સહકાર નહી ઉદ્ધાર’ના મંત્રની ભાવના આગામી સમયમાં ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરશે તેમ તેમણે જણાવ્યું હતું.
    પ્રધાનમંત્રી મોદી સહકારીતાને વધુને વધુ વેગ મળે તેવા પ્રયાસો કરી રહ્યા હોવાની વિગતો આપતા જણાવ્યું કે, બજેટમાં કો-ઓપરેટીવ સોસાયટીના વૈકલ્પિક લઘુતમ દર ઘટાડીને ૧૫ ટકા કર્યો છે. આ ઉપરાંત બજેટમાં એકથી દસ કરોડની આવક ધરાવતી કો-ઓપરેટીવ સોસાયટીઓનો સરચાર્જ 12 ટકા ઘટાડીને 7 ટકા કર્યો છે.
     સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુમુલ દાણ ફેક્ટરીના પરિસરમાં સુમુલના ‘સહકાર ધ્વજ’નું આરોહણ કર્યું હતું, તેમજ સુમુલના સુપોષક ઉત્પાદનોનું નિરીક્ષણ કર્યું હતું.
    આ વેળાએ સહકાર મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રીના હસ્તે પ્રગતિશીલ અને વિશિષ્ટ સિદ્ધિપ્રાપ્ત ખેડૂતો, ગૌપાલકો, મહિલા પશુપાલકોનું સન્માન કરાયું હતું. જેમાં કૃત્રિમ બીજદાન માટે વિશિષ્ઠ સિધ્ધિ મેળવવા બદલ દિપકભાઈ તથા આત્મનિર્ભર પશુપાલક સંજયભાઇ ગામીત તથા પદ્મશ્રી મેળવનાર ઈલાબેનનું સન્માન કરાયું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply