ત્રણ રાજ્યોમાં ભાજપની જીત બાદ ગુજરાત ભાજપ કાર્યાલયમાં ભવ્ય ઉજવણી
Live TV
-
ત્રણ રાજ્યોમાં ભાજપની ભવ્ય જીતને પગલે રાજ્યભરના બીજેપી કાર્યાલયોમાં જીતની ઊજવણી થઇ હતી.
ત્રણ રાજ્યોમાં ભાજપની ભવ્ય જીતને પગલે રાજ્યભરના બીજેપી કાર્યાલયોમાં જીતની ઊજવણી થઇ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાનપુર ખાતે કમલમમાં જીતની ઊજવણીમાં સહભાગી થયા હતા. આ અવસરે મુખ્યમંત્રીએ કહ્યું, ચુંટણી પરિણામોએ સ્પષ્ટ કર્યું છે કે દેશની જનતા કોઈ પણ પ્રકારની લોભામણી જાહેરાત પર નહીં પરંતુ ફક્ત મોદીની ગેરંટી પર જ વિશ્વાસ રાખે છે. આ તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાજપની જીત બદલ પ્રતિક્રિયા આપતા કહ્યું કે,મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ લોકોએ નફરતના રાજકારણને જાકારો આપ્યો છે. તો પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જીતનો ડંકો વગાડવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.
