દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ
Live TV
-
ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી 5 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
IMD અનુસાર, આજે શુક્રવારે(26 જૂન) રાજ્યના 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જેમાં છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
27 જૂન: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
28 જૂન: સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે
29 જૂન થી 01 જુલાઈ: આ સમયગાળા દરમિયાન પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
