Skip to main content
Settings Settings for Dark

ભાવનગરમાં 25,400ના મુદ્દામાલ સાથે તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઝડપાયા

Live TV

X
  • ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ પાલીતાણા તાલુકાના ઘેટી ગામ નજીક જાહેર સ્થળે ચાલી રહેલા તીનપત્તીના જુગાર પર દરોડો પાડી પાંચ શખસોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડ રૂપિયા 25,400 સહિત કુલ રૂ. 25,400નો મુદ્દામાલ કબજે કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    મળતી માહિતી મુજબ, એલસીબીની ટીમ પાલીતાણા ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ઘેટીથી રાણપરડા જવાના માર્ગ પર આવેલી કુમુદભાઈ દવેની વાડીની બહાર ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો ફોકસના અજવાળે ગંજીપત્તાના પાનાં વડે રૂપિયા લગાવી તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

    દરોડા દરમિયાન પોલીસે પાંચ આરોપીઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા. તેમની પાસેથી 52 પાનાંનો ગંજીપત્તાનો સેટ તથા રોકડ રૂપિયા 25,400 કબજે કરવામાં આવ્યા હતા. આ મામલે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

    પોલીસે પંકજ ભગવાનભાઈ મકવાણા, ચિંતન રમેશભાઈ વિરાસ, મનજીઅરજણભાઈ ડાભી, પ્રકાશ નાનજીભાઈ પીપલીયા અને રાજેશ હિંમતભાઈ મકવાણાની ધરપકડ કરી છે. જ્યારે અજય વલ્લભભાઈ મકવાણા, પ્રવીણ સવજીભાઈ મકવાણા, નિલેશ વાઘેલા અને મેહુલ ઉર્ફે મેહુલ ગણધોલને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

    ભાવનગર એલસીબી દ્વારા જાહેર સ્થળોએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ જાહેર સ્થળોએ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ આવે તે માટે આવી કાર્યવાહી આગામી સમયમાં પણ યથાવત ચાલુ રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply