Skip to main content
Settings Settings for Dark

દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં મેઘમહેર, ઉમરગામમાં 14 ઈંચ વરસાદ

Live TV

X
  • સેલવાસ પંથકમાં છેલ્લાં 24 કલાકમાં 15 ઇંચ જેટલો વરસાદ પડતા સમગ્ર પંથક જળબંબાકાર બની ગયો

    મેઘરાજાએ ફરી એકવાર દક્ષિણ ગુજરાતને ઘમરોળી નાખ્યું છે.. સેલવાસ પંથકમાં છેલ્લાં 24 કલાકમાં 15 ઇંચ જેટલો વરસાદ પડતા સમગ્ર પંથક જળબંબાકાર બની ગયો છે,.. વલસાડ જિલ્લામાં ગત મોડી સાંજ થી નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે... જેમાં સૌથી વધુ ઉંમરગામમાં 12 કલાકમાં 14.52 ઇંચ જેટલો વરસાદ પડતા સ્થિતિ ચિંતાજનક બની છે, ભારે વરસાદના કારણે ઉમરગામના સંજાણ બંદર વિસ્તારમાંથી 35 પુરુષો 65 મહિલાઓ સહિત 45 બાળકો અને એક ગર્ભવતી મહિલાનું NDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.. અને તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં... આ તરફ છોટાઉદેપુર જિલ્લામાં રાત્રી દરિમયાન ભારે વરસાદ ખાબક્યો છે.. જિલ્લાના નસવાડી, સંખેડા, પાવિજેતપુર, બોડેલી તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.,

    લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ,કપાસ, મકાઈ, ડાંગર, તુવેર સહિતના પાકને નવુ જીવનદાન મળ્યું છે.. જેના પરિણામે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. આ તરફ ભારે વરસાદના પગલે કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસના સુરંગી ગામે નવ નિર્મિત ઇન્ડસ્ટ્રીઝના નિર્માણ કાર્ય દરમિયાન દીવાલ પડતા 5 શ્રમિકોના મોત થયાં છે..જેના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે..

    આ તરફ મહીસાગર જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી.. જેને પગલે ધરતી પુત્રોમાં ખુશીની લહેર ફરી વળી છે.. વરસાદના કારણે જિલ્લાના મુખ્ય પાક એવા ડાંગરના ધરુંને નવું જીવતદાન મળ્યું છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply