રામમંદિર ભૂમિપૂજનનો ભવ્ય અવસર : ગુજરાતમાં દિવાળી જેવો માહોલ
Live TV
-
સોમનાથમાં સુંદરકાંડ પઠન,દીપમાળાનું આયોજન તો જામનગરના રામમંદિરને રોશનીથી શણગાર કરાયો
અયોધ્યા ખાતે રામમંદિરના ભૂમિ પૂજનને લઈ સર્વત્ર અનેરા ઉત્સાહનો માહોલ છે. ત્રીસ વર્ષ પૂર્વે સોમનાથની સંકલ્પ ભૂમિ પર ભાજપાના અગ્રણી નેતા લાલકૃષ્ણ અડવાણીએ, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સંકલ્પ સાથે, સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા યોજી હતી. આજના પાવન દિવસે અયોધ્યામાં થનારા ભૂમિપૂજનને ધ્યાનમાં લઇને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા હનુમાન ચાલીસા, મહાપૂજા, દીપમાળા અને સુંદરકાંડના પાઠ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યાં છે.
અયોધ્યામાં ભગવાન રામના જન્મભૂમિ સ્થાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન નો કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે, અને સમગ્ર અયોધ્યા નગરી ઝળહળી ઊઠી છે, ત્યારે છોટી કાશી ગણાતાં જામનગર શહેરમાં પણ રામ મંદિરે રોશની કરવામાં આવી છે. જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં લોહાણા મહાજન વાડી જ્ઞાતિની જગ્યામાં આવેલા ભગવાન શ્રીરામચંદ્રજી ના મંદિરે મહાદીપની આરતી કરવામાં આવી રહી છે. સાથોસાથ રામ મંદિરની આસપાસના વિસ્તારને પણ શણગારવામાં આવ્યો છે. આ પ્રસંગે પંચેશ્વર ટાવર અને શહેર ભાજપના કાર્યાલયને પણ રંગબેરંગી રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું છે. અહીં સુંદર રંગોળી પણ કરવામાં આવી છે.
રામ જન્મભૂમિ કાર્યક્રમના ભવ્ય કાર્યક્રમમાં આ સંતો હાજર થયા છે. જેમાં અવિચલ દાસજી, પરમાત્માનંદજી, કૃષ્ણમનીજી મહારાજ અયોધ્યા પહોચ્યા છે તેમજ શંભુપ્રસાદ ટુંડીયા, મહંત સ્વામીજી મહારાજ પહોચ્યા અયોધ્યા છે અને આ ઉપરાંત જોઇએ તો માધવપ્રિયદાસજી, અખિલેશ્વરદાસજી પણ અયોધ્યા પહોંચ્યા છે. ગુજરાતના આ સંતો સરયૂ નદીના દિપોત્સવમાં સહભાગી થયા છે.
મહેસાણા જિલ્લાનું ભાજપ કાર્યાલય રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. રામમંદિર નિર્માણના ભૂમિ પૂજનને લઈ રોશની શણગારવામાં આવી છે. ભાજપનો ઉદય મહેસાણાથી શરૂ થયો હતો.
