UPSC Results : સુરતના વરાછાના કાર્તિક જીવાણી ગુજરાતમાં પ્રથમ ,ભારતમાં 84માં ક્રમે
Live TV
-
હરિયાણાના પ્રદીપસિંહ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે , સફળ થયેલા તમામ ઉમેદવારોને પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ પાઠવી શુભેચ્છા
યુપીએસસી દ્વારા લેવામાં આવેલી સિવીલ સર્વિસ પરીક્ષા - 2019નું અંતિમ પરિણામ જાહેર થઇ ચુક્યું છે. ઉમેદવાર આયોગની સત્તાવાર વેબસાઇટ પર આ પરિણામ જોઇ શકે છે. સપ્ટેમ્બર, 2019માં આયોજીત લેખિત પરીક્ષા બાદ લેવામાં આવેલા ઇન્ટરવ્યુના આધારે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષાની મદદથી વિવિધ મુલ્કી સેવા માટે કુલ 829 ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે. સિવિલ સેવા પરીક્ષા 2019ના અંતિમ પરિણામમાં હરિયાણાના પ્રદીપસિંહ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા છે. બીજા સ્થાને જતિન કિશોર અને ત્રીજા સ્થાને પ્રતિભા વર્મા ઉત્તીર્ણ થયા છે. તો ગુજરાત સરકાર દ્વારા સંચાલિત સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા અર્થાત સ્પીપામાં તાલીમ મેળવી ચુકેલા કુલ 13 ઉમેદવારો પણ સિવિલ સર્વિસ પરીક્ષા 2019માં ઉત્તીર્ણ થયા છે. સ્પીપામાં તાલીમ મેળવી ચુકેલા સૂરતના વરાછાના કાર્તિક જિવાણીનો સમગ્ર દેશમાં 84મો અને રાજ્યમાં પ્રથમ ક્રમાંક આવ્યો છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુપીએસસી કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને ટ્વિટ કરીને અભિનંદન આપ્યા હતા. તો ગાંધીનગરના પ્રણવ આગજાએ યુપીએસસીની પરીક્ષા સફળતા પૂર્વક ઉત્તીર્ણ કરતા પોતાની પ્રતિક્રિયા આપી હતી.
