દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની પધરામણી, ખેડૂતોમાં ઉત્સાહ
Live TV
-
રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદની પધરામણી થઈ છે. શનિવારે સાંજ સુધીમાં રાજ્યના 17 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ત્યાર બાદ ડાંગમાં 2 ઈંચ અને અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતનાં ડાંગ, નવસારી, અને વાસદા તેમજ મધ્ય ગુજરાતનાં ગાંધીનગર જિલ્લાના કલોલ તેમજ સંઘ પ્રદેશના સેલવાસ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદનું આગમન થતાં વાતાવરણમાં, ઠંડક પ્રસરી જવા પામી છે. તો ડાંગમાં પૂર્ણા નદી સહિત કોતરોમાં વરસાદના પાણી વહેતા થયા હતા.
