દમણમાં જાહેર બાંધકામ વિભાગ દ્વારા રિબન ડેવલપમેન્ટ પ્લાન પર જનસુનાવણીનું કરાયું આયોજન
Live TV
-
કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં જાહેર બાંધકામ વિભાગ દ્વારા રિબન ડેવલપમેન્ટ પ્લાન ઉપર જનસુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાજર રહેલાં જનપ્રતિનિધિઓ અને અનેક લોકોએ આ કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો. નગરપાલિકાના સભાગારમાં ડેપ્યુટી સૈક્રેટરી વૈભવ રિખારી સમક્ષ વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ, તેમજ સમાજના આગેવાનો સહિત અન્ય સભ્યો દ્વારા રિબન ડેવલમેન્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દમણ નાનો પ્રદેશ છે અને અહીં પહેલાંથી જ 2022 સુધીનો પ્લાન છે તો પછી આ કાર્યવાહી માટે ઉતાવળ કેમ કરવામાં આવે છે. આ અંગે જાહેર બાંધકામના ડેપ્યુટી સેક્રેટરીએ જનસુનાવણી બાદ નિર્ણય લેવાનું નક્કી કર્યું છે.
