આણંદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો
Live TV
-
આણંદ ડિવિઝન વિસ્તારના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. એક્સપ્રેસ હાઇવે ઉપર આવેલ બેડવા ગામની સીમમાં શુક્રવારે સવારે 8 વાગ્યે આણંદના ડીવાયએસપી તેમજ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં 1.73 કરોડની કિંમતની 91 હજાર જેટલી બોટલો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ફાયર વિભાગના બે ફાયર ફાયટરો તૈનાત રાખવામાં આવ્યા હતા.
