Skip to main content
Settings Settings for Dark

દરીદ્રનારાયણની સેવા સાથે સમાજ અને દેશના કલ્યાણની ભાવના: સીએમ વિજયભાઇ રૂપાણી

Live TV

X
  • અમદાવાદમાં રામકૃષ્ણ મિશનના પેટામઠની સ્થાપના પ્રસંગમાં સીએમે હાજરી આપી.

    ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો પેઢી દર પેઢી જળવાઇ રહે અને ભારતીય ધર્મની ધજા સતત ઉંચી રહે તે માટે રામકૃષ્ણ મિશન સતત કાર્યરત છે. અમદાવાદમાં રામકૃષ્ણ મિશનના પેટામઠની સ્થાપના કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે દરીદ્રનારાયણની સેવા સાથે સમાજ અને દેશના કલ્યાણની ભાવના સ્વામી વિવેકાનંદના જીવનમાં આત્મસાત થયેલી જોવા મળે છે. ત્યારે આવી સેવા ભાવના ગુજરાતમાં ચરીતાર્થ થાય તે માટે રાજ્ય સરકારના તમામ સહકારની ખાતરી આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત નીતીનભાઇ પટેલે જણાવ્યું કે માનવ સેવા જેનો ધર્મ છે તેવા વિવેકાનંદ મઠની સ્થાપના થઇ એનો આનંદ છે. ભવિષ્યમાં આ મઠ તમામ સગવડો સાથે પૂર્ણ કદનું કેન્દ્ર અમદાવાદમાં બને તેવી આશા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં રામકૃષ્ણ મઠ બેલ્લુરના સુધિરાનંદ મહારાજે ઉપસ્થિત રહી વેબસાઇટનો શુભારંભ કરાવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply