Skip to main content
Settings Settings for Dark

મોરબીમાં સુજલામ સુફલામ યોજના પૂર્ણ

Live TV

X
  • આઇ.કે.જાડેજાની ઉપસ્થિતિમાં તળાવોના નિરિક્ષણ કર સમાપન કરાયું.

    ગત વર્ષે રાજ્યમાં ઓછો વરસાદ પડતાં રાજ્યભરમાં આવેલા મોટાભાગના પાણીના સ્તોત્રો સુકાઈ જવા પામ્યા હતા.આ આપતિને અવસરમાં પલટવા રાજ્યની રૂપાણી સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ સિંચય યોજના હાથ ધરવામાં આવી હતી. ગત તા.૧લી મે ગુજરાત ગૌરવદિન થી રાજયવ્યાપી પ્રારંભ થયેલા આ જળસંચય અભિયાનનો મોરબી જિલ્લાનો સમાપન કાર્યક્રમ આજે હળવદના સામતસર તળાવ ખાતે યોજાયો હતો.

    1લી મેથી એક માસ માટે શરૂ થયેલી આ યોજનાની પૂર્ણાહૂતિ કાર્યકર્મ આજે રાજ્યભરમાં હાથ ધરવામાં આવ્યો હતો.મોરબી જિલ્લામાં આ યોજનાનો પૂર્ણાહુતિ કાર્યકર્મ આજે હળવદના હમીરસર તળાવ ખાતે સ્વર્ણીમ ગુજરાત ૫૦ મુદા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઇ.કે. જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં નર્મદા જળથી ભરેલા ૧૧ કળશનું શાસ્ત્રોકતવિધિથી પૂજન કરીને આ કલશોની મહાઆરતી કરી હતી.જે બાદ આગામી ચોમાસામાં સારા વરસાદ તેમજ જળથી આ તળાવ કુવાઓ ભરાઇ જાય તેવી પ્રાર્થના સાથે આ પાણી હમીરસર તળાવમાં અર્પણ કરવામાં આવ્યું હતું.

    જાડેજાએ જળસંચય હેઠળ આ તળાવમાં થયેલા કામનું જાત નિરીક્ષણ કર્યું હતું.ઉપરાંત મોરબી જિલ્લામાં આ એક માસ સુધી યોજાયેલ જળસંચય કાર્યક્રમને વહિવટીતંત્ર સાથે લોકો, સ્વૈચ્છીક, સામાજિક સંસ્થાઓ, ઉધોગકારોએ મોટા પ્રમાણમાં જોડાઇ આ અભિયાનને ઉપાડી લીધુ હતું જેના પરિણામે ૨૨૦ જળસંચય કામો હાથ ધરાયા હતા જેમાંથી 6.5 લાખ ધનમીટર માટી કાઢવામાં આવી છે. મોટાભાગના કામો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. આમ સતત એક માસ સુધી હાથ ધરાયેલ કામોની વિગતો મેળવી હતી. આ તકે મોરબી જિલ્લા માહિતી કચેરી દવારા જિલ્લાના વિવિધ સ્થાનો પર થયેલા જળસંચયના કાર્યક્રમોનું ફોટો પ્રદર્શન યોજાયુ હતું જેને શ્રી જાડેજા, જિલ્લા કલેકટર આર.જે. માકડીયા, જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા, જિલ્લા પોલીસ અધિકારી જયપાલસિંહ રાઠોડ સહિતના પદાધિકારીઓ-અધિકારીઓએ રસપૂર્વક નિહાળીને માહિતી મેળવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply