દાંતા અને અમીરગઢ ટ્રાયબલ તાલુકાઓ માટે રૂ.૮.૭૭ કરોડના ૩૦૭ વિકાસકામો મંજુર
Live TV
-
પાલનપુર મુકામે મંત્રી ઇશ્વરભાઇ પરમારના અધ્યોક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર મુકામે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારના અધ્યક્ષસ્થાને બનાસકાંઠા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં વર્ષ ૨૦૧૮-૧૯ માં ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત દાંતા અને અમીરગઢ ટ્રાયબલ તાલુકાઓ માટે રૂ.૮.૭૭ કરોડના કુલ-૩૦૭ વિકાસકામોના આયોજનને મંજુર કરવામાં આવ્યું હતું. ઉપરાંત વર્ષ ૨૦૧૮-૧૯ ન્યુ- ગુજરાત પેટર્ન છુટાછવાયા વિસ્તાર અન્વરયે કુલ રૂ. ૯૪.૮૯ લાખનાં ૪૨ કામો મંજુર કરવામાં આવ્યાં હતાં.
બેઠકમાં મંત્રી ઇશ્વરભાઇ પરમારએ જણાવ્યું કે ટ્રાયબલ વિસ્તારોમાં વધુમાં વધુ વિકાસકામો થાય તે માટે પ્રયાસો કરીએ. તેમણે કહ્યું કે લોકોની સુવિધા અને જાહેર હિત ધરાવતાં વિકાસકામો સમયમર્યાદામાં અને સારી ગુણવત્તાનાં થાય તેની કાળજી રાખીએ. મંત્રીએ દરેક કામોની વિગતવાર સમીક્ષા કરી ઉપયોગી માર્ગદર્શન અને જરૂરી સુચના આપી હતી. તેમણે જણાવ્યું કે કોઇપણ કામ બાકી ન રહી જાય તે બહુ જરૂરી છે. પ્રભારી મંત્રીએ કહ્યું કે આદિજાતિ વિસ્તારોના સર્વાંગી અને ઝડપી વિકાસ માટે સરકારની સંખ્યાચબંધ યોજનાઓ અમલમાં છે ત્યારે આ વિસ્તારોના જવલંત વિકાસ માટે પરિણામદાયી પ્રયાસો કરીએ.
મંત્રી ઇશ્વરભાઇ પરમારએ કહ્યું કે શિક્ષણ, આરોગ્યમ, રસ્તા, પાણી, વીજળી, કૃષિ વિકાસ વગેરેને લગતા કામોને અગ્રતા આપીએ. તેમણે કહ્યું કે આદિજાતિઓના વિકાસ માટે સરકાર ધ્વારા વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ત્યારે તેમના જીવનમાં આમૂલ પરિવર્તન આવે અને ટ્રાયબલ ગામ દીપી ઉઠે તેવા કામોને અગ્રતા આપીએ. મંજુર થયેલ કામો સત્વતરે શરૂ કરાવવા અને પ્રગતિમાં હોય તેવા કામો ઝડપથી પૂર્ણ કરાવવા મંત્રીએ સુચના આપી હતી. દાંતા તાલુકાના ગનાપીંપળી ગામે રૂ. ૪.૪૦ લાખના ખર્ચથી તળાવ ઉંડા કરવાના કામને જળસંચય અભિયાનમાં આવરી લઇ ચોમાસા પહેલાં તે પૂર્ણ કરવા મંત્રીએ જણાવ્યું હતું.
બેઠકમાં કૃષિ પાક વ્યવસ્થા, બાગાયત પાક વ્યવસ્થા, ભૂમિ અને જળ સંરક્ષણ, પશુપાલન, ડેરી વિકાસ, મત્સ્ય ઉધોગ, વન નિર્માણ અને વન્ય પ્રાણી જીવન, સહકાર, ગ્રામિણ વિકાસ માટેના ખાસ કાર્યક્રમો અંતર્ગત રસ્તા, પાઇપ લાઇનના કામો, નાની સિંચાઇ, સિંચાઇ વિસ્તાર વિકાસ, વીજળી, લઘુ ઉધોગ, રસ્તા અને પુલ, નાગરિક પુરવઠો, શિક્ષણ, પાણી પુરવઠો, આવાસ, શ્રમ અને રોજગાર તથા પોષણને લગતા કામોના આયોજનને મંજુર કરવામાં આવ્યા હતા.
