કપિરાજ પાંજરે પુરાતા ગામજનોઓ લીધો રાહતનો દમ
Live TV
-
આંતક મચાવતા કપિરાજને હનુમાનદાદાના વંશજ તરીકે આરતી ઉતારીને વન -વિભાગને ગ્રામજનોએ સોપ્યો.
નવસારી જીલ્લાના સુપા અને કુરેલ ગામને એક કપિરાજે બાનમાં લઈને ગામના લોકો પર અવાર -નવાર હુમલો કરીને ગ્રામજનોની ઊંઘ હરામ કરી દીધી હતી. એક પછી એક ૧૮ થી ૨૦ જેટલા જીવલેણ હુમલાઓ કરીને સમગ્ર ગામમાં દેહસતનો માહોલ ઉભો કરી દીધો હતો. જેને લઈને ગ્રામજનોએ વન-વિભાગની મદદ માંગીને કપિરાજને પાંજરે પુરવા પાંજરું ગોઠવ્યું હતું. છેલ્લા 2 દિવસથી પાંજરે પુરાય એ માટે ગ્રામજનો અને વન વિભાગ કામે લાગ્યું હતું. જે મેહનત આજે રંગ લાવીને કપિરાજને પાંજરે પુરીને રાહતનો દમ લીધો છે.
સામાન્ય રીતે હિંસક અને માનવભક્ષી પ્રાણીઓ ગ્રામ્ય વિસ્તારમાં આવે તો ભયનો માહોલ છાવતો હોય છે. પરંતુ માનવવસ્તી સાથે હળી-મળીને રહેતો કપિરાજ ગામમાં તોફાની બન્યો હતો અને લોકો પર વારાફરતી હુમલાઓ કરીને ગ્રામજનોને ડરાવતો હતો. જે વાંદરો વન વિભાગે ગ્રામજનોની મદદથી પાંજરે પૂર્યો છે. આમતો કુલ 3 વાંદરો ગામમાં ફરી રહ્યા હતા. પરંતુ જે આંતક મચાવતો વાનર પાંજરે પૂરતા ગ્રામજનોમાં આનંદો ફેલાયો છે સાથે ઘણા સમયથી આંતક મચાવતા કપિરાજને હનુમાનદાદાના વંશજ તરીકે આરતી ઉતારીને વન -વિભાગને ગ્રામજનોએ સોપ્યો હતો.
