Skip to main content
Settings Settings for Dark

દાહોદમાંથી મોબાઈલ સ્નેચિંગ ગેંગ ઝડપાઇ

Live TV

X
  • ચેકીંગ દરમિયાન એક મોટરસાઈકલ ઉપર ત્રણ બાઇક સવાર યુવાનોને શંકાના આધારે ઝડપી લેતા આ ઇસમો પાસેથી 21 જેટલા મોબાઈલ ફોન ઝડપાયા હતા.

    દાહોદમાં થોડા સમયથી મોબાઈલ સ્નેચિંગ ગેંગ સક્રિય થઇ હતી. જેનાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. આ મોબાઈલ ગેંગની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ કોઈને પણ તેમનો શિકાર બનાવતા હતા. દાહોદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી મોબાઈલ સ્નેચિંગના બનાવો વધી ગયા હતા. જેથી દાહોદ પોલીસ એક્શનમાં આવી ગઇ હતી. અને તમામ રસ્તા પર સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. તેવામાં ચેકીંગ દરમિયાન એક મોટરસાઈકલ ઉપર ત્રણ બાઇક સવાર યુવાનોને શંકાના આધારે ઝડપી લેતા આ ઇસમો પાસેથી 21 જેટલા મોબાઈલ ફોન ઝડપાયા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે લઇ આરોપીઓ સામે કાનૂની પ્રક્રિયા હાથ ધરી છે. અને હજી આ ગેંગમાં કેટલા સભ્યો છે તેની તપાસ આગળ વધારી છે. જેથી અન્ય ગુનાનો ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply