ગરમીમાંથી લોકોને રાહત મળવાની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Live TV
-
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસમાં રાજ્યમાં ગરમીનો પારો ઘટશે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો 45 ડિગ્રીને આસ પાસ રહેતાં લોકો ગરમીથી ત્રાહિમામ થઈ ગયા છે. ત્યારે લોકોને હવે ગરમીથી રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસમાં રાજ્યમાં ગરમીનો પારો ઘટશે. હવામાન વિભાગે રાજ્યમાં આજે અને આવતીકાલે કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે બનાસકાંઠા સાબરકાંઠા પોરબંદર કચ્છ અને રાજકોટમાં વરસાદ પડવાની શક્યતા છે. જેનાં કારણે તાપમાન 40 થી 41 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. તો આ સાયક્લોનીક સર્ક્યુલેશનની અસર અમદાવાદમાં પણ જોવા મળશે.
