દાહોદ ખાતે ગુજરાતની લોક સંસ્કૃતિને ધબકતી રાખતા ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું
Live TV
-
ગુજરાતની લોકસંસ્કૃતિને સતત ધબકતા રાખતા ઢોલ મેળાનું આયોજન દાહોદ ખાતે થયું હતું જેમાં દાંતાથી ડાંગ સુધીની અલગ અલગ આદિવાસી શૈલીની નૃત્ય મંડળીઓ ઢોલ નગારા સાથે આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેની સાથે આદિવાસી શૈલીની નૃત્ય મંડળીઓ અને રાજ્યભરમાંથી આવેલ 200 જેટલા ઢોલ બન્યા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ભાતીગળ લોકસંસ્કૃતિના રખોપિયા દ્વારા છેલ્લા 10-11 વર્ષથી આયોજન કરવામાં આવે છે
દાહોદમાં હોળી નજીક આવે તે પહેલા મેળાની શરૂઆત આમલી અગીયારસથી થતી હોય છે. જેમાં પહેલો મેળો ઢોલ મેળો યોજાતો હોય છે. દાહોદ જિલ્લામાં મહત્તમ વસ્તી આદિજાતિઓની છે. જેઓનો સૌથી મોટો તહેવાર હોળી છે. હોળીની સાથે જેમ રંગોનો નાતો છે તેમ દાહોદ જિલ્લામાં આદિવાસીઓની હોળી અને ઢોલનો પણ ચોલી દામનનો સાથ છે. આદિવાસીઓની હોળીની ઉજવણીમાં ઢોલના ઢબૂકાં ન સંભાળય તો તે હોળી મોળી બની જાય છે. આ પરંપરાને જીવંત રાખવા માટે છેલ્લા કેટલાંક વર્ષોથી ભીલ સમાજ સુધારણા મંડળ દ્વારા ઢોલ મેળાનું આયોજન કરવામાં આવે છે.
