મહીસાગર APMC ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદીનો થયો પ્રારંભ
Live TV
-
ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે અને ખેડૂતોની આવક વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે પાકની ખરીદી થતી હોય છે. તેના ભાગરૂપે મહીસાગર જિલ્લાના લીંબડીયા APMC ખાતે પણ ટેકાના ભાવે ચણા ખરીદીનો આરંભ થયો છે. લુણાવાડાના ધારાસભ્ય જીજ્ઞેશ સેવક આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારે ચાલુ વર્ષે ચણા ખરીદી માટે એક મણના રૂપિયા 1,046નો ભાવ નક્કી થયો છે. મહીસાગર જિલ્લામાં ખેડૂતોએ ચણાના સારા ભાવ મળતા હોવાથી ચણા વેચવા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
