ગુજરાત વિધાનસભાના દસમા સત્રની કાર્યવાહીની થઈ શરૂઆત
Live TV
-
14મી વિધાનસભાના દસમા સત્ર ના કામકાજના આજના દિવસે ગૃહના કામકાજની શરૂઆત તારાંકિત પ્રશ્નોત્તરીથી કરવામાં આવી હતી. પ્રશ્નોત્તરીમાં પ્રાથમિક, માધ્યમિક આને પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ વન અને પર્યાવરણ ક્લાયમેટ ચેન્જ છાપકામ, આદિજાતિ વિકાસ અન્ન અને નાગરિક પુરવઠો ગ્રાહકોની બાબતો મહિલા અને બાળ કલ્યાણ વિગેરે વિભાગોની પ્રશ્નોત્તરીની ચર્ચા એક કલાકના સમયગાળા માટે હાથ ધરાઈ હતી.
આ સમય દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષના સભ્યોએ તેમાં ભાગ લીધો હતો. તમામ સવાલના જવાબો શિક્ષણ મંત્રી, મહિલા અને બાળવિકાસ મંત્રી વન અને પર્યાવરણ મંત્રી તેમજ આદિજાતિ વિકાસ અને અન્ન પુરવઠા મંત્રીએ ગૃહમાં લેખિતમાં રજૂ કર્યા હતા પ્રશ્નોતરી કલ પૂર્ણ થયા બાદ ગૃહના મેજ પર પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી અને દસમી અતારાંકિત પ્રશ્નોની યાદી રજૂ કરવામાં આવી હતી.
ત્યાર બાદ રાજેન્દ્ર સિંહ ઠાકોર વિધાન સભ્ય દેવરા તાકીદની અગત્યની વાત પશુપાલન મંત્રીને ધ્યાન દોરવા અંગે રજૂ કરવામાં આવી હતી.આજની વિધાનસભાની ખાસ બાબત એ હતી કે આજથી બેઠક વ્યવસ્થા બદલવાામાં આવી હતી. અગાઉની મૂળસ્વરૂપે જે બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી તે પ્રમાણે ગોઠવાઇ હતી. કોરોનાના સંક્રમણને કારણે પ્રેક્ષક ગેલરીમાં કેટલાંક ધારાસભ્યોને માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી.
