Skip to main content
Settings Settings for Dark

કચ્છમાં સોઈલ લેસ પદ્ધતિથી તૈયાર થતાં 450 ખારેકના ઓફશુટનું વાવેતર

Live TV

X
  • ઈઝરાયેલ એમ્બેસીએ કચ્છમાં ભુજ નજીક કુકમા ખાતે આવેલ સેન્ટર ઓફ એકસેલેંસ ફોર ડેટપામની મુલાકાત લીધી હતી. ચાલુ વર્ષે ભારત અને ઇઝરાયેલ વચ્ચેની મિત્રતાના ત્રીસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. જેની ઉજવણીના ભાગ રૂપે બન્ને દેશો વચ્ચેની ગાઢ મિત્રતાના પ્રતીક સ્વરૂપે એક ખાસ લોગો જાહેર કરવામાં આવ્યો હતો. ભારત સરકાર અને ઇઝરાયેલ સરકાર વચ્ચે કૃષિ સંબંધિત થયેલા સમજૂતી કરાર અનુસાર ભારતમાં ઈન્ડો – ઇઝરાયેલ એગ્રીકલ્ચર પ્રોજેક્ટ અમલમાં છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં બાગાયત ખાતા દ્વારા કુલ  ૩ સેંટર ઓફ એક્સેલેંસ કાર્યરત છે. કચ્છ જિલ્લાના કુકમા ખાતે કાર્યરત સેંટર ઓફ એક્સેલેંસ ફોર ડેટપામની આજે શ્રી યાઇર એશેલ, એગ્રીકલ્ચર એટેચી, ઇઝરાઇલ એંબેસી, ન્યુ દિલ્હી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.

    કેતન પટેલ પ્રોજેક્ટ ઓફિસર, સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર ડેટપામ દ્વારા સેન્ટર દ્વારા થયેલ વિવિધ કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. સેન્ટર ખાતે ડેમોસ્ટ્રેશન પ્લોટમાં સોઇલલેસ પધ્ધતિથી કુલ – 450 ખારેકના ઓફશુટ તૈયાર થઈ રહ્યા છે. જેમાંથી એક ઓફશુટનું વાવેતર યાઇર એશેલ અને સંયુક્ત બાગાયત નિયામક ડૉ. ફાલ્ગુન મોઢના વરદ હસ્તે સેન્ટર ખાતેના ડેમોંસ્ટ્રેશન પ્લોટમાં કરવામાં આવ્યું. યાઇર એશેલ દ્વારા ખારેકની ખેતી કરતા કચ્છના પ્રગતિશીલ ખેડૂતો હરેશ ઠક્કર, આશાપુરા એગ્રીકલ્ચર ફાર્મ, રેલડી, ભુજ અને પ્રવિણ દબાસિયા, બલરામ ફાર્મ, રેલડી, ભુજના ખારેકના પ્લોટની મુલાકાત લેવામાં આવી અને ખેડૂતો દ્વારા અપનાવવામાં આવેલી આધુનિક તકનીકની માહિતી મેળવી એવું નાયબ બાગાયત નિયામક એમ.એસ.પરસાણીયાએ જણાવ્યું હતું.

    આ મુલાકાત દરમિયાન ડૉ. ફાલ્ગુન મોઢ, સંયુક્ત બાગાયત નિયામક, પ્રશાંત કેવડીયા, પ્રોજેક્ટ ઓફિસર, સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર વેજીટેબલ, વદરાડ, ઘનશ્યામ કાતરીયા, મદદનીશ બાગાયત નિયામક અને વિપુલ સુરેલા, બાગાયત અધિકારી, ભુજ હાજર રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply