મુખ્યમંત્રીએ અનિલ જોષીયારાના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરી આપી અંતિમ વિદાય
Live TV
-
મુખ્યમંત્રી આજે મંગળવારે સવારે ભિલોડા પહોચ્યા હતા અને ગઇકાલે સોમવારે, ચેન્નાઇમાં હોસ્પિટલમાં સારવાર દરમ્યાન દુઃખદ અવસાન પામેલા ડૉ. અનિલ જોષીયારાના શોકસંતપ્ત પરિવારજનોને ભિલોડામાં રૂબરૂ મળી સાંત્વના પાઠવી હતી.
મુખ્યમંત્રી સાથે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી કુબેર ડીંડોર, વિધાનસભા વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા તથા ધારાસભ્યો સર્વ રાજેન્દ્રસિંહ, પૂંજા વંશ, જશુ પટેલ, અશ્વિન કોટવાલ અને અન્ય અગ્રણીઓએ પણ સદ્દગતના નશ્વર દેહને પુષ્પાંજલિ અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
