Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં લઘુમતી વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય આપવા સરકાર તત્પર

Live TV

X
  • રાજ્યના સામાજિક ન્યાય અધિકારીતા રાજ્યમંત્રી આર. સી. મકવાણાએ જણાવ્યું હતું કે, લઘુમતી વર્ગના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવીને કારકિર્દી ઘડી શકે એ માટે પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ માટે વિદ્યાર્થીઓએ ડિજિટલ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે અને અરજી મંજૂર થયેલી શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓને તેમના ખાતામાં DBT દ્વારા ઈ-પેમેન્ટથી જમા કરાવવામાં આવે છે.

    આજે વિધાનસભા ખાતે અમદાવાદ-વડોદરામાં લઘુમતી વર્ગના વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ કહ્યું કે આ બંને જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં 1,59,996 અરજીઓ મળી હતી, તે પૈકી 1,57,487 અરજીઓ મંજૂર કરી શિષ્યવૃત્તિ ચૂકવી દેવાઈ છે અને જે અરજીઓ નામંજૂર કરાઈ છે, એમાં આવકમર્યાદા બહારની અરજીઓ હોય, જરૂરી આધાર પુરાવા રજૂ ન કર્યા હોય તથા અન્ય રાજ્યના વિદ્યાર્થી હોવાથી અરજી નામંજૂર કરાઇ છે.

    તેમણે ઉમેર્યું કે વર્ષ 2021-22માં ફેબ્રુઆરી-2022 સુધીમાં પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ હેઠળ 3,65,245 વિદ્યાર્થીઓને રૂ.21.28 લાખ અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ 3,65,322 વિદ્યાર્થીઓને 16.30 લાખની સહાય ચૂકવાઈ છે. રાજ્ય સરકાર દ્વારા સહાય માટેની આવક મર્યાદામાં પણ વર્ષોવર્ષ વધારો કરીને સહાય ચૂકવાઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply