દિલ્હીઃ 2 સપ્ટેમ્બરે 'ગરવી ગુજરાત ભવન'નું ઉદ્ઘાટન કરશે PM મોદી
Live TV
-
આ ભવનનું નિર્માણ રૂપિયા 131 કરોડના ખર્ચે નવું ભવન બનાવવા માં આવ્યું છે
રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે ગુજરાતીઓ માટે એક મહત્વ પૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે દિલ્હી માં 'ગુજરાત ભવન' ની વ્યવસ્થા વધારવી જરૂરી હતી તેથી એક નવા ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ભવનનું નિર્માણ રૂપિયા 131 કરોડના ખર્ચે નવું ભવન બનાવવા માં આવ્યું છે. આ ભવનનું નામ 'ગરવી ગુજરાત ભવન' રહેશે. 2 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ ભવનનું લોકાર્પણ કરવામાં આવશે. આ ભવનના ઉદ્ઘાટન સમયે કેન્દ્રીય મંત્રીઓ સહિત ગુજરાત સરકારના મંત્રી મંડળના સભ્યો પણ ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં નવા ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં ગુજરાતની કળા-સંસ્કૃતિ રીત રિવાજોનો પરિચય થાય ગુજરાતના પ્રવાસનને વધુ વેગ મળે તે માટે એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે.
