રેલવે યુનિવર્સિટી માટે વડોદરા નજીક પીપળિયા ગામે ફાળવાઈ જમીન
Live TV
-
સરકાર દ્વારા 1 કરોડ કરતા વધુ કિમતની ફાળવાઈ જમીન, જમીન જંત્રીના 50 ટકા ભાવે અપાશે
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ગુજરાતમાં રેલવે યુનિવર્સિટી સ્થાપવામાં આવશે. વડોદરા જિલ્લાના વાઘોડીયાના પીપળિયા ગામે રેલવે યુનિવર્સિટી માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 1 કરોડની કિંમતની જમીન ફાળવામાં આવશે. આ સાથે રાજ્ય સરકાર દ્વારા આ જમીન કેન્દ્ર સરકારને 50 ટકા જંત્રી ભાવે આપવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નવી દિલ્હી ખાતે રૂપિયા 131 કરોડના ખર્ચે તૈયાર થયેલા ગરવી ગુજરાત ભવન બીજી સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે.
