Skip to main content
Settings Settings for Dark

દિવમાં વિશ્વ બાળ મજૂરી પ્રતિબંધ દિવસની ઉજવણી કરાઇ

Live TV

X
  • સર્વે લોકોએ દીવને બાળ મજૂર મુક્ત કરવાના શપથ પણ લીધા.

    આજે વિશ્વ બાળ મજૂરી પ્રતિબંધ દિવસના ઉપક્રમે દિવમાં પણ ઉજવણી થઈ કરવામાં આવી છે. કાર્યક્રમમાં બાળ મજૂરીના દુષણ, અને તેના પરના પ્રતિબંધ અંગે જન જાગૃતિ ફેલાવવા પ્રયાસ થયો હતો. કાર્યક્રમમાં કહેવામાં આવ્યું હતું , કે બાળકોને શિક્ષણનો અધિકાર અપાવવો, તે કાર્યક્રમનો ઉદ્દેશ છે. આ કાર્ય શ્રમ વિભાગ, શિક્ષણ વિભાગ અને જિલ્લા બાળ સંરક્ષણ એકમ સાથે મળીને કરે છે. કાર્યક્રમમાં ભાગ લઈ રહેલા સર્વેએ, દીવને બાળ મજૂર મુક્ત કરવાના શપથ પણ લીધા હતા. કાર્યક્રમમાં દીવના કલેકટર હેમંત કુમાર, દીવ મ્યુનિસિપાલીટી કાઉન્સિલના પ્રમુખ હિતેશ સોલંકી, સીઓ વંદના રાવ, શ્રમ વિભાગના અધિકારીઓ અને દીવના અગ્રણી નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply