ભૂજ નગર પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ પદે વરણી કરાઇ
Live TV
-
આગામી દિવસોમાં ભૂજ શહેરમાં રોડ, લાઈટ, ગટર અને પાણીના કામોને પ્રાથમિકતા આપવામાં આવશે.
ભૂજ નગર પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ પદે વરણીના મુદ્દે પ્રવર્તી રહેલા સસ્પેન્સનો આખરે અંતર આવ્યો છે. ભૂજ નગર પાલિકાના પ્રમુખ પદે લતાબેન સોલંકી અને ઉપપ્રમુખ પદે ડૉ.રામ ગઢવીની વરણી કરવામાં આવી છે. નવ નિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અનેક સમસ્યા ઉકેલવાના પડકાર રહેલા છે. નવ નિયુક્ત પ્રમુખ લતાબેન સોલંકીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ભૂજ શહેરમાં રોડ, લાઈટ, ગટર અને પાણીના કામોને પ્રાથમિકતા આપવામાં આવશે. ભ્રષ્ટાચાર અને ગેરરીતી મુક્ત વહીવટ આપવાની પણ તેમણે ખાતરી આપી હતી.
