Skip to main content
Settings Settings for Dark

"દિવાલી વિથ માયભારત અભિયાન" અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું જિલ્લા સ્તરે આયોજન

Live TV

X
  • યુવાનોના સર્વાંગીણ વિકાસ માટે ઓનલાઈન પ્લેટફોર્મ મળી રહી રહે તે માટે ડિજિટલ પોર્ટલ મેરા યુવા ભારતની સ્થાપના કરવામાં આવી જેને પાછળથી સંગઠનના રૂપમાં પણ માન્યતા અપાઈ.

    એક કરોડથી વધારે યુવાનો માયભારત પ્લૅટફૉર્મ પર રજીસ્ટર થઈ ચૂક્યા છે અને સાથે જ યુવાનો માટે કાર્ય કરતા વિવિધ સરકારી અને બિન સરકારી વિભાગો અને શૈક્ષણિક સંસ્થાઓ પણ પોર્ટલ પર રજીસ્ટર થઇ ચૂક્યા છે. અને યુવાનો માટે સિવી બિલ્ડરથી લઈ પ્રશિક્ષણ, કાર્યક્રમો, કૌશલ વિકાસ અને અનેક ક્ષેત્રોએ અનુભવથી શિક્ષણ મેળવવા અંગે અનેક તકો માયભારત પોર્ટલ પર ઉપલબ્ધ છે. જે અન્વયે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના આહ્વાનથી યુવા કેન્દ્ર સંગઠન દ્વારા દિવાળી પર્વ સુધી વિવિધ જાગરૂકતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.  જેના ભાગરૂપે "દિવાલી વિથ માયભારત કાર્યક્રમ" અંતર્ગત માર્કેટ યુનિયનો અને CAIT અમદાવાદના સહયોગથી દિવાળીની ખરીદી માટે લાખોની સંખ્યામાં અમદાવાદમાં આવનાર ગ્રાહકોને સ્વચ્છ અને સુંદર માર્કેટ મળે તે માટે સ્વચ્છતા અને જાગૃકતા અભિયાનનું સફળ આયોજન કરવામાં આવ્યું.  તો સાથે  જ જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગના સહયોગથી માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમો અંગે લોકોને જાગરૂક કરવા જિલ્લાના સઘન ટ્રાફિક ચેક પોઇન્ટ્સ પાસે ટ્રાફિક નિયમોનું પાલન અંગે જાગૃતતા કેળવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply