દિવાળીમાં વરસાદ બનશે વિધ્ન
Live TV
-
અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ બનતા હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.. સૌરાષ્ટ્ર અને કચ્છમાં દિવાળીમાં વાવાઝોડા સાથે વરસાદ આવી શકે છે.
એક વાર ફરી કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે. આ આગાહી મુજબ દિવાળીના તહેવારોમાં વરસાદ આવી શકે તેવા એંધાણ હવામાન આપ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં દિવાળીમાં વાવાઝોડા સાથે વરસાદ આવી શકે છે. અરબી સમુ્દ્રમાં નવી સિસ્ટમ બનતા હવામાન ખાતા દ્વારા આ આગાહી કરાઇ છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, જામનગર, કચ્છ, દ્વારકા અમરેલી અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ પડશે. આ દરમિયાનમાં દાહોદ, નવસારી, ડાંગ, મહીસાગર, તાપી, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદની અસર રહેશે. જ્યારે સુરત, નવસારી, વલસાડ, તાપીમાં વરસાદ પડી શકે છે. દિવાળીના તહેવારોમાં વરસાદ આવશે તો ખેડૂતોના પાકને ભારે નુકશાન થવાની ભીતિ પણ વ્યક્ત કરાઇ છે
