દિવાળી બાદ જુનાગઢ ખાતે ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થશે.
Live TV
-
- જુનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાના આયોજન અંગે મળી મહત્વની બેઠક
- વહીવટી તંત્રના તમામ વિભાગો, ભવનાથ ક્ષેત્રના સાધુ-સંતો અને રાજકીય તેમજ NGOના આગેવાનો રહ્યાં હાજર
- ભાવિકોને વહેલી પરિક્રમા શરુ ન કરવા અપીલ
જુનાગઢ ખાતે દિવાળી બાદ ગીરનારની લીલી પરીક્રમાનો પ્રારંભ થશે. જે સંદર્ભે કલેકટર દ્વારા સાધુ-સંતો, ઉતારા મંડળો અને વિવિધ NGO સાથે બેઠક કરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ જેવી કે, ટ્રાન્સપોર્ટ, રહેવા માટે ઉતારાની વ્યવસ્થા અને અન્ન્ક્ષેત્રો ઉપરાંત પાણી, લાઈટ વગેરેની સુવિધાઓ પણ કરવામાં આવી છે. જે પાંચ દિવસ દરમિયાન પૂર્ણ થશે. પોલીસ વિભાગ, ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ સુરક્ષા માટે પુરતી તૈયારીઓ કરવામાં આવી છે.
