આણંદ ખાતે સ્વાસ્થ્ય પરિષદ યોજાઈ
Live TV
-
આણંદ ખાતે જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા સ્વાસ્થ્ય પરિષદ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લામાં માતા મરણ અને બાળ મૃત્યુનો દર ઘટાડવા કુપોષણ નિવારવા, ક્ષય રોગનો ચેપ અને મૃત્યુદર ઘટાડવા તેમજ રોગચાળાના અટકાયતી પગલા અંગે પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત વિગતો રજૂ કરવામાં આવી હતી.
સ્વાસ્થ્ય પરિષદના કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લામાં માતા મરણ અને બાળ મૃત્યુમાં દર ઘટાડવા અંગે કુપોષણ નિવારવા અંગે, ક્ષય રોગનો ચેપ અને મૃત્યુદર ઘટાડવા અંગે તથા રોગચાળામાં અટકાયતી પગલા અંગે પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત વિગતો રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અમલી વિવિધ યોજનાઓ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, નમોશ્રી યોજના, અતિ જોખમી સગર્ભા સહાય યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, જનની શિશુ યોજના, જનની સ્વાસ્થ્ય સુરક્ષા કાર્યક્રમ દ્વારા આણંદ જિલ્લાના સૂચક આંકમાં સુધારો જોવા મળ્યો છે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, સ્વાસ્થ્ય પરિષદનો મુખ્ય ઉદ્દેશ માતા મરણનો દર ઘટાડવો બાળ મરણનો દર ઘટાડવો અને ટીબીના દર્દીઓની સંખ્યામાં ઘટાડો કરવો તથા પાણીજન્ય રોગચાળાનું પ્રમાણ ઘટાડવું તે જ આશ્વાસ્ય પરિષદનો ઉદ્દેશ છે.
