IIT ગાંધીનગર ખાતે ભારતીય માનક બ્યુરો દ્વારા વિશ્વ માનક દિવસ નિમિત્તે માનક કાર્નિવલનું આયોજન
Live TV
-
IIT ગાંધીનગર ખાતે ભારતીય માનક બ્યુરો દ્વારા વિશ્વ માનક દિવસ નિમિત્તે માનક કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. BIS અમદાવાદ IIT ગાંધીનગર અને ગુજકોસ્ટ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્નિવલમાં સ્ટૉલ્સ, એક્ટિવિટીઝ અને પ્રદર્શન દ્વારા નાગરિકોમાં ગુણવત્તા અને માનકો પ્રત્યે જાગૃતિ લાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. 300થી વધુ કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને માનક મૂલ્યો વિષયે જાણકારી મેળવી હતી.
