Skip to main content
Settings Settings for Dark

દિવ્યાંગોને અપાતી સાધન સહાયની રકમમાં વધારો,CMની જાહેરાત

Live TV

X
  • 40 ટકાથી વધુ વિકલાંગતા ધરાવતાં રાજ્યના વતનીઓ જેઓ માન્ય ઓળખકાર્ડ ધરાવતાં હોય તેમને આ સહાય મળશે

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના દિવ્યાંગોને આપવામાં આવતી સાધન સહાયની રકમ 10 હજારથી 20 હજાર કરવા સહિત કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ યોજનામાં 40 ટકાથી વધુ વિકલાંગતા ધરાવતાં રાજ્યના વતનીઓ જેઓ માન્ય ઓળખકાર્ડ ધરાવતાં હોય તેમને આ સહાય મળશે. આ રકમમાંથી તેઓ કૃત્રિમ અવયવ, ઘોડી, કે કેલીપર્સ બૂટ, સાયકલ કે સ્વરોજગારીના સાધનો લઈ શકશે. દિવ્યાંગ બાળકોની સંભાળ લેતા ગૃહની માસિક ગ્રાન્ટ 1500થી વધારીને રૂપિયા 2 હજાર 160 કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં દિવ્યાંગ લોકોની કલ્યાણ યોજનાઓ સહિતના અમલીકરણ તેમજ રજૂઆતોના સુચારું નિર્ણયો માટે રાજ્ય સરકાર અલાયદુ દિવ્યાંગ નાણાં અને વિકાસ નિગમ કાર્યરત કરશે. દિવ્યાંગજનો હવે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર જિલ્લાની સિવિલ હોસ્પિટલમાંથી મેળવી શકશે. આમ રાજ્ય સરકાર દિવ્યાંગોના જીવનમાં ખુશી વધારવા સંકલ્પ બદ્ધ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply