દીવમાં પદ્મભૂષણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સમર સ્પોર્ટસ કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
Live TV
-
દીવમાં પદ્મભૂષણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સમર સ્પોર્ટસ કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દીવ જિલ્લા કલેક્ટર ફોરમેન બ્રહ્માના માર્ગદર્શન હેઠળ તેમજ યુવા કાર્યક્રમ અને રમતગમત વિભાગના નિયામક અરુણ ગુપ્તાના સહયોગથી કાર્યક્રમ યોજાયો હતો.
જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યેની રુચિ અને રમત કૌશલ્યનો વિકાસ થાય તે હતો. આ સ્પોર્ટ્સ સમર સ્પેશિયલ કોચિંગ કેમ્પના ઉદઘાટન પ્રસંગે દીવ પોલીસ અધિક્ષક અનુજ કુમાર, નાયબ હિસાબી નિયામક મનોજ કામલિયા, મદદનીશ શિક્ષણ નિયામક દિલાવર મન્સુરી અને દિવ જિલ્લાની તમામ શાળાઓના શારીરિક શિક્ષણના શિક્ષકો અને મોટી સંખ્યામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
