Skip to main content
Settings Settings for Dark

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં આગામી દિવસોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

Live TV

X
  • સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં આગામી દિવસોમાં વાવાઝોડું થવાની શક્યતા વચ્ચે વરસાદી ઝાપટા સાથે ભારે પવન ફુંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જો આગામી દિવસોમાં માવઠું થાય તો કેરીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે.

    ગુજરાત લગભગ 1600 કિમી લાંબો દરિયાકિનારો ધરાવે છે. સૌરાષ્ટ્ર સિવાય બાકીનો દરિયાકિનારો લગભગ ભરતીથી રચાયેલા સપાટ વિસ્તારો ધરાવે છે અને તે ક્ષારીય કાદવ કીચડ ધરાવે છે, જે ખેતી પર ખરાબ અસર કરે છે. ગુજરાતનો દરિયાકિનારે ૪૨ જેટલાં બંદરોનો વિકાસ થયો છે.

    ચોરવાડ સમુદ્ર કિનારોએ ભારતના પશ્ચિમ કાંઠે આવેલ એક રમણીય સમુદ્ર કિનારો છે. તે જુનાગઢ શહેરથી ૬૬ કિમી દૂર આવેલ છે. ચોરવાડ સ્થાનીય તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષે છે. આ સમુદ્રકિનારે પથ્થર અને શિલાઓ આવેલ છે અને અહીં રોમાંચક વહાણ સવારી ઉપલબ્ધ છે.
    દીવ સમુદ્ર કિનારો એ સૌરાષ્ટ્રને કિનારે આવેલો છે અને તે ગુજરાત રાજ્ય સાથે કોઝવે દ્વારા જોડાયેલ છે. દીવ એક નિયંત્રિત ટાપુ છે અને ત્યાં વસતિ ખૂબ ઓછી છે. આથી આ જગ્યા રોજિંદી ચિંતાઓ અને તણાવથી દૂર એક શાંત જગ્યા છે.

    ગોપનાથ સમુદ્ર કિનારો ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલ છે. તે તળાજા તાલુકામાં આવે છે. તે ખંભાતના અખાતના કિનારે આવેલો છે અને તળાજાથી 22 કિમી દૂર છે. આ કિનારો તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રખ્યાત છે. ગોહીલવાડના રાજા ગોપનાથનો એક કિલ્લો અહીં આવેલો છે.
    કચ્છ માંડવી સમુદ્ર કિનારો - કચ્છના માંડવી શહેરમાં આવેલ દરિયા કિનારો એક મહત્ત્વપૂર્ણ દરિયા કિનારો છે. ભૂજથી 75 કિમી દૂર આવેલ માંડવી એક કચ્છના મહાવરાવનું ઐતિહાસિક બંદર હતું.

    ઉમરગામ એ મુંબઈ સૂરત રેલ્વે માર્ગથી 6 કિમી દૂર આવેલ છે.1960માં ગુજરાત રાજ્યની રચના પહેલા આ ક્ષેત્ર થાણે જિલ્લાનો ભાગ હતો. ઉમરગામ નારગોળ ખાડીના દક્ષિણ કિનારે આવેલો છે. બે સદી પહેલા સુધી આ એજ નાનકડું ગામ હતું જે નારગોળ બંદર અને ખાડીના ઉત્તરી કિનારે દરિયાઈ વસ્તુઓના આવાગમન માટે કેંદ્ર હતું.તિથલ સમુદ્ર કિનારો વિષે કહીએ તો આ સમુદ્રકિનારો વલસાડ શહેરથી 5 કિમી દૂર આવેલ છે. અહીં દરિયા કિનારે એક મંદિર આવેલું છે.

    જૂનાગઢ હવામાન વિભાગના ધીમંત વઘાસીયા જણાવ્યું કે, 15 મે ના રોજ અરબી સમુદ્રમાં મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે સાયક્લોન સરક્યુલેશન બનશે. જે આગળ જતાં લો પ્રેશર માં તબદીલ થઇ શકે છે.જેને પગલે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરાઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply