Skip to main content
Settings Settings for Dark

દીવ: ફાયર સર્વિસ ડે નિમિત્તે શહીદ જવાનોને અપાઈ ભાવભીની શ્રદ્ધાંજલિ

Live TV

X
  • દીવ: ફાયર સર્વિસ ડે નિમિત્તે શહીદ જવાનોને અપાઈ ભાવભીની શ્રદ્ધાંજલિ

    દર વર્ષની જેમ આ વર્ષે પણ 14 એપ્રિલના રોજ દીવ અગ્નિશમન દળ દ્વારા "ફાયર સર્વિસ ડે" (અગ્નિશમન સેવા દિવસ) ની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ફરજ દરમિયાન શહીદી વહોરનાર વીર જવાનોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

    સલામી પરેડ અને મહાનુભાવોની ઉપસ્થિતિ

    દીવ અગ્નિશમન દળના પ્રાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં દીવના ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની નિશ્રામાં અગ્નિશમન દળના જવાનો દ્વારા સલામી પરેડ યોજવામાં આવી હતી. શિસ્તબદ્ધ પરેડ દ્વારા શહીદોને સન્માન આપવામાં આવ્યું હતું અને તેમની બહાદુરીને બિરદાવવામાં આવી હતી.

    ફાયર સર્વિસ વીકની શરૂઆત

    આજથી એટલે કે 14 એપ્રિલથી 20 એપ્રિલ સુધી સમગ્ર સપ્તાહને "ફાયર સર્વિસ વીક" તરીકે ઉજવવામાં આવશે. આ સાત દિવસ દરમિયાન દીવના વિવિધ વિસ્તારોમાં આગથી બચવાના ઉપાયો અંગે જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે. શાળા-કોલેજો અને જાહેર સ્થળોએ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે. નાગરિકોને અગ્નિશમન ઉપકરણોના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

    કેમ ઉજવાય છે ફાયર સર્વિસ ડે? 

    આ દિવસ પાછળ એક કરુણ અને ગૌરવશાળી ઈતિહાસ જોડાયેલો છે. 14 એપ્રિલ 1944 ના રોજ મુંબઈ ડોકયાર્ડમાં ઉભેલા એક માલવાહક જહાજમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. આ આગને ઓલવવા અને જહાજમાં ફસાયેલા લોકોને બચાવવા ગયેલા ફાયર સર્વિસના અનેક જવાનોએ પોતાની જાનની આહુતિ આપી હતી. તેમની આ વીરતા અને બલિદાનની યાદમાં દર વર્ષે 14 એપ્રિલને સમગ્ર દેશમાં 'ફાયર સર્વિસ ડે' તરીકે ઉજવીને શહીદોને નમન કરવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply