Skip to main content
Settings Settings for Dark

દૂરદર્શનના પત્રકાર અંકિત ચૌહાણને મળ્યો ટેલિવિઝન ન્યૂઝ રિપોર્ટર ઓફ ધ ઇયરનો એવોર્ડ

Live TV

X
  • દિવ્યાંગો માટે શાળા શરૂ કરનાર એક મહિલાના ભગીરથ કાર્યને કેમેરામાં કંડારવા બદલ મળ્યુ સન્માન

    ગુજરાત મીડિયા ક્લબ દ્વારા દૂરદર્શનના અરવલ્લીના પત્રકાર અંકિત ચૌહાણને મળ્યુ સન્માન...ગુરુવારે ગુજરાત મીડિયા ક્લબ દ્વારા આયોજિત એવોર્ડ સમારોહ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા..ટેલિવિઝન ન્યૂઝ રિપોર્ટર ઓફ ધ ઇયરની કેટેગરીમાં અંકિત ચૌહાણે કવર કરેલી દિવ્યાંગો માટેની શાળાની સ્ટોરી પસંદગી પામી હતી..મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે લોકશાહીની ચોથી જાગીર ગણાતા પત્રકારોને સન્માનિત કરવાના આ સમારોહનું આગવું મહત્ત્વ છે. કોઈપણ ક્ષેત્ર હોય પ્રોત્સાહન જ સારું કામ કરવા પ્રેરિત કરે છે આજે પ્રિન્ટ, ટીવી અને વેબ એ તમામ માધ્યમોના પત્રકારોને પ્રોત્સાહિત કરતાં હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું

    જાણો કોને કોને મળ્યા એવોર્ડ 
    ટેલિવિઝન ન્યૂઝ રિપોર્ટર ઓફ ધ ઇયર - અંકિત ચૌહાણ, પત્રકાર , દૂરદર્શન
    લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ - પીઢ પત્રકાર અને કટાર લેખક જયદેવભાઇ પટેલ
    બેસ્ટ ન્યૂઝ સ્ટોરી ઓફ ધ ઇયરનો એવોર્ડ (અંગ્રેજી) - નિકુંજ સોની
    બેસ્ટ ન્યૂઝ સ્ટોરી ઓફ ધ ઇયરનો એવોર્ડ (ગુજરાતી)- પ્રિતેષ ત્રિવેદી
    જ્યુરિસ સ્પેશિયલ રેક્ગનિશન એવોર્ડ  - સિદ્ધેશ જોષી
    ઓનલાઇન સ્ટોરી ઓફ ધ ઇયર - અભિષેકસિંગ રાવ
    બેસ્ટ ન્યૂઝ ફોટોગ્રાફર ઓફ ધ ઇયર એવોર્ડ - પ્રજ્ઞેશ વ્યાસ

    કઈ બેસ્ટ સ્ટોરી માટે મળ્યો એવોર્ડ?
    સ્ટોરીની મુખ્ય વાતો.

    અક્ષમ વિદ્યાર્થીઓની પડખે ઉભી રહેતી એક મહિલા

    ચલાવે છે જીવનદીપ સ્કૂલ

    ભત્રીજાનો લોકોએ તિરસ્કાર કરતા આવ્યો વિચાર

    ચાળીસ જેટલા બાળકે કરે છે અભ્યાસ

    સ્થાનિક લોકો બાળકો સાથે ઉજવ છે જન્મદિવસ

    નિલોફર સુથાર બન્યા બાળકોનો ઉજાશ

    વાલીઓ પણ આવકારે છે  મહિલાના નેક કાર્યને

    મોડાસા શહેરમાં આવેલી આ જીવનદીપ ચાઇલ્ડ સ્કૂલ..અહીં માત્ર ને માત્ર દિવ્યાંગ બાળકો જ અભ્યાસ કરે છે,,, શાળામાં કુલ ચાલીસ બાળકો હાલ અભ્યાસ કરી રહ્યા છે,,, શાળા ભલે નાની હોય પણ અહીની શાળા જે કામ કરે છે, તે કદાચ બીજી કોઇ જ શાળા નહીં કરતી હોય... નિલોફર સુથાર અહીંની શાળાનું સંચાલન કરી બાળકો વિવિધ પ્રવૃત્તિઓ કરાવી તેમની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓનું વિકસાવે છે,, સાથે જ તેમને ડાન્સ અને ડ્રોઇંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે..આ શાળા શરૂ કરવા પાછળનો વિચાર પણ તેમારા હ્રદયને સ્પર્શી જાય તેવો છે,,, અહીંના સંચલાક નિલોફર સુથાર કે, જેમનો ભત્રીજો પણ અહીંની જ શાળામાં અભ્યાસ કરે છે,,,, તેમના ભત્રીજાને જ્યારે લોકો તિરસ્કાર કરતા હતા ત્યારે તેમને આ શાળા શરૂ કરવાનો વિચાર આવ્યો,, અને હવે એક બાળકથી શરૂ કર્યા બાદ હવે અન્ય બાળકો પણ અહીં કેળવણી મેળવવા માટે આવી રહ્યા છે,, પણ પોતાના બાળકોની જેમ અહીં તમામ બાળકોની એટલી જ કાળજી રાખવામાં આવે છે,, જેટલી આપણે આપણા સંતાનોની રાખીએ છીએ..જીવન અને સમય આ બન્ને સૌથી સારૂ શિક્ષણ છે,,, જીવન આપણને સમયનો સાચો ઉપયોગ કરતા શિખવે છે જ્યારે સમય જીવનનો સાચો તાત્પર્ય શિખવે છે,,, અહીં તો દિવ્યાંગ બાળકોને સમયની સાથે જિંદગી કેવી રીતે જીવવી તે શિખવવાની ઉત્તમ કેળવણી પિરસાવાનું કાર્ય કરવામાં આવે છે,, આ બાળકો દિવ્યાંગ તો છે,, સાથે સાથે આપણને કંઇકને કંઇક શિખવી જાય છે..

    અરવલ્લીની દિવ્યાંગો માટેની અનોખી શાળાની સ્ટોરી પસંદગી પામી હતી..કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી, પ્રદેશ મહામંત્રી ભરત પંડ્યા તથા આઇ.કે.જાડેજા જ્યારે કોંગ્રેસ પક્ષના અગ્રણીઓ અર્જુનભાઇ મોઢવાડિયા અને મનિષ દોશી ઉપરાંત મોટી સંખ્યામાં પ્રતિષ્ઠિત નાગરિકો, પ્રોફેશનલ્સ, ડોક્ટર્સ, સી.એ. વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આર.જે સિદ્ધાર્થે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply