Skip to main content
Settings Settings for Dark

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 738 તાલુકામાં વરસાદ નોંધાયો

Live TV

X
  • સમગ્ર રાજ્યમાં છેલ્લા ચોવિસ કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હોવાના સત્તવાર અહેવાલ મળી રહ્યાં છે. વરસાદનું જોર ઘટી રહ્યું છે.

    સમગ્ર રાજ્યમાં છેલ્લા ચોવિસ કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હોવાના સત્તવાર અહેવાલ મળી રહ્યાં છે. વરસાદનું જોર ઘટી રહ્યું છે તે જોતાં, હવે ચોમાસુ ધીમેધીમ વિદાય લઇ રહ્યું હોય તેમ લાગે છે. છેલ્લા ચોવિસ કલાક દરમિયાન રાજ્યના 21 જીલ્લાઓના 738 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દાહોદમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જ્યારે રાજ્યનો ચોવિસ કલાકનો સરેરાશ વરસાદ 3.65 મિલીમિટર વરસ્યો હતો. જ્યારે ડાંગના વઘઇમાં 55 , નવસારીના જલાલપોરમાં 45, નવસારીના વાંસદામાં 44, વલસાડના કપરાડામાં 42 મીલીમિટર વરસાદ વરસ્યો છે. છેલ્લા ચોવિસ કલાકમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં મધ્યમ જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ વરસ્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply