દેશભરમાં આજે ચંદ્રગહણ જોવા મળશે
Live TV
-
દેશભરમાં આજે ચંદ્રગહણ જોવા મળશે. વર્ષ 2022નુ બીજુ અને અંતિમ ચંદ્રગ્રહણ. આજે સાંજે 5:20 મિનિટે શરૂ થશે.
કારતક સુદ પૂર્ણિમા એટલે કે દેવ દિવાળીના રોજ ચંદ્રગ્રહણ હોવાથી આજે અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહ્યુ છે. તો ચંદ્ર ગ્રહણથી ધાર્મિક વિધિ અને પુજા-અર્ચન ઉપર ગ્રહણનું વેધ લાગતુ હોવાથી આરતીના સમયમાં ફેરફાર કરાવામાં આવ્યો છે. સાંજના 6.30ની આરતી રાત્રીના 9.30 કલાકે કરાશે. ત્યારબાદ નવ નવેમ્બરથી દર્શન આરતી રાબેતા મુજબ કરવામાં આવશે. તો બહુચરાજી મંદિર પણ બપોરના 12 કલાકથી સાંજના 7: 30 કલાક સુધી દર્શન માટે બંધ રહેશે. સાંજની આરતીનો સમય 8 વાગ્યાનો રહેશે,તો પાલખી યાત્રાનો સમય 9 વાગીને 30 મિનીટનો રહેશે.
ચંદ્રગ્રહણ હોવાથી સુપ્રસિદ્ધ્ યાત્રાધામ ડાકોર મંદિરે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 6:30 થી 8 દરમ્યાન ત્રણ ભોગ ધરાવવામાં આવશે.દર્શન માટે મંદિર ખુલ્લુ રખાશે. 8 થી 9 સુધી મંદિર બંધ રહેશે અને 9 થી 1 વાગ્યા સુધી સતત દર્શન ચાલુ રહેશે.
