વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો સ્વીકારવાની કામગીરી શરૂ
Live TV
-
રાજ્ય વિધાનસભાની આગામી પહેલી ડિસેમ્બરે યોજાનારી પહેલાં તબક્કાની ચૂંટણી માટે પાંચમી નવેમ્બરે જાહેરનામું બહાર પાડતા ઉમેદવારીપત્ર સ્વીકારવાની કામગીરી શરૂ થઈ છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ ગઈકાલે સાવરકુંડલા - 97 વિધાનસભા બેઠક માટે એક ઉમેદવારી પત્ર ભરાયું છે. ઉલ્લેખનીય છે કે, પહેલાં તબક્કા માટે 14મી નવેમ્બર સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. પહેલાં તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની વિધાનસભાની 89 બેઠકો માટે પહેલી ડિસેમ્બરે મતદાન થશે.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવ્યું કે, જાહેર રજાના દિવસો બાદ કરતા તમામ દિવસોએ સવારના 11 થી બપોરના ત્રણ વાગ્યા સુધી ઉમેદવારીપત્રો સ્વીકારવામાં આવશે. આજે ગુરૂનાનક જયંતિ રજા નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-25 મુજબ જાહેર રજાની વ્યાખ્યામાં આવતી ન હોવાથી આજે ઉમેદવારીપત્રો આપવાની તથા સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ રહેશે. જ્યારે બારમી નવેમ્બરે બીજા શનિવારની રજાએ કોઈ ઉમેદવારીપત્રો સ્વીકારાશે નહીં. ગઈકાલે પોરબંદર, કૃતિયાણા બેઠક માટે 21 ઉમેદવારીપત્રો ઉપડ્યા હતા.
