Skip to main content
Settings Settings for Dark

દેશી ગાય/ભેંસની બ્રીડ ઉછેરનાર શ્રેષ્ઠ પશુપાલક કેટેગરીમાં બે ગુજરાતી પશુપાલકને ‘રાષ્ટ્રીય ગોપાલ રત્ન’ એવોર્ડ એનાયત

Live TV

X
  • દેશભરમાંથી પશુપાલકોની આવેલી કુલ 1770 અરજીઓ પૈકી અલગ અલગ ત્રણ કેટેગરી માટે પસંદગી પામેલા 10 પશુપાલકોમાં ગુજરાતના બે પશુપાલકોનો સમાવેશ

    દેશી ગાય/ભેંસની બ્રીડ ઉછેરનાર શ્રેષ્ઠ પશુપાલક કેટેગરીમાં બે ગુજરાતી પશુપાલકોને ‘રાષ્ટ્રીય ગોપાલ રત્ન’ એવોર્ડ પ્રાપ્ત થતા પુન: ગુજરાતના પશુપાલકોએ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. રાષ્ટ્રીય દૂધ દિવસ નિમિત્તે આસામ ખાતે યોજાયેલા સમારોહમાં કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે દેશી ગાય/ભેંસની બ્રીડ ઉછેરનાર શ્રેષ્ઠ પશુપાલક કેટેગરીમાં સુરતના નિલેશ આહીર દ્વિતિય ક્રમે અને વલસાડના બ્રિન્દા શાહને તૃતીય ક્રમે ‘રાષ્ટ્રીય ગોપાલ રત્ન’ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.

    રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર એ પશુધન અને ડેરી ક્ષેત્રના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારોમાંનો એક છે. એટલુ જ નહિં, પશુધન ક્ષેત્રનું આજે ભારતીય અર્થતંત્રમાં ખુબ મોટું યોગદાન છે. આ ક્ષેત્રમાં કાર્યરત એઆઈ ટેકનિશિયન અને ડેરી સહકારી મંડળીઓ/દૂધ ઉત્પાદક કંપની/ડેરી ખેડૂત ઉત્પાદક સંસ્થાઓને આ એવોર્ડ 1. દેશી ગાય/ભેંસની જાતિઓ ઉછેરના શ્રેષ્ઠ ડેરી ખેડૂત, 2. શ્રેષ્ઠ ડેરી સહકારી મંડળી /દૂધ ઉત્પાદક કંપની/ડેરી ખેડૂત ઉત્પાદક સંસ્થા અને 3. શ્રેષ્ઠ કૃત્રિમ બીજદાન ટેકનિશિયન (AIT) એમ કુલ ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply