Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં 'આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય-મુખ્યમંત્રી અમૃતમ' યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1.99 કરોડથી વધુ લાભાર્થીઓને આવરી લેવાયા

Live TV

X
  • 'આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય- મુખ્યમત્રી અમૃતમ’ યોજના હેઠળ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1.99 કરોડથી વધુ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ થકી આવરી લેવાયા છે. આરોગ્ય વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં આ યોજના અંતર્ગત 58 લાખથી વધુ દર્દીઓએ નિશુલ્ક સારવાર મેળવી છે પરિણામે, દર્દીઓની રૂ.11,590 કરોડ રૂપિયાથી વધુની બચત થઈ છે. વિશ્વના સૌથી મોટા આરોગ્ય વીમા કવચ “પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના” PMJAY અને ગુજરાતની “મુખ્યમત્રી અમૃતમ” MA યોજનાનું સંકલન આજે ગુજરાતના ગરીબો અને મધ્યમવર્ગીય પરિવારોની ચિંતા દૂર કરીને આરોગ્ય સુખાકારીમાં વધારો કર્યો છે. PMJAY-MA અંતર્ગત ૨,495 એમ્પેનલ્ડ હોસ્પિટલોમાં 2,471 નિયત કરેલ પ્રોસીજરો માટે કેશલેસ સારવાર પૂરી પાડવામાં આવે છે.

    સપ્ટેમ્બર 2021થી અત્યાર સુધીમાં 1.37 કરોડથી વધુ લાભાર્થીઓને નવા આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત PMJAY-MA યોજના હેઠળ સૌથી વધુ આયુષ્માન કાર્ડ બનાવવા માટે ભારત સરકાર તરફથી ગુજરાતને ‘આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર 2022’ પણ પ્રાપ્ત થયો છે. 

    રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને પોસાય તેવી આરોગ્ય સારવાર મળે અને તબીબી સેવા પાછળ થતાં ખર્ચમાં ઘટાડો કરવા માટે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2012માં ‘મા અમૃતમ યોજનાનો પ્રારંભ કર્યો હતો. વર્ષ 2014માં આ યોજનાને વિસ્તારીને રૂ. 4 લાખની વાર્ષિક આવક ધરાવતા પરિવારોને આ યોજના હેઠળ સામેલ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં આ યોજનાને મળેલ અભૂતપૂર્વ સફળતા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં રાષ્ટ્રસ્તરે ‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના’ AB PMJAY સમગ્ર દેશમાં અમલી કરેલ છે. જે વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના છે. આ યોજના હેઠળ સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રો ઉપર મફત તબીબી સેવાઓ ઉપરાંત, ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો પણ ખાનગી હોસ્પિટલોમાં સ્વાસ્થ્ય સેવાઓનો લાભ મેળવી રહ્યા છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply