Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભારત સરકાર-ગુજરાત સરકાર અને માઇક્રોન તથા ICICI બેંક વચ્ચે TRA – ટ્રસ્ટ એન્‍ડ રિટેન્‍શન એગ્રીમેન્‍ટ સંપન્ન

Live TV

X
  • ગાંધીનગર ખાતે સેમિકન્‍ડક્ટર સેક્ટરની મોટી અને અગ્રગણ્ય માઇક્રોન કંપનીના સાણંદ સેમિકન્‍ડક્ટર પ્લાન્ટની ગતિવિધિઓને વધુ ઝડપી બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં TRA (ટ્રસ્ટ એન્‍ડ રિટેન્‍શન એગ્રીમેન્‍ટ) કરવામાં આવ્યા હતા. આ એગ્રીમેન્ટ અંતર્ગત માઇક્રોનને પ્લાન્ટ કાર્યરત કરવા જરૂરી સહયોગ તેમજ નાણાં સહાય અને કેન્દ્ર-રાજ્ય સરકાર સાથેના વિભાગોની પ્રક્રિયાઓ સમયસર પૂર્ણ કરવામાં ગુજરાત સરકારનો સાયન્સ એન્‍ડ ટેકનોલોજી વિભાગ, ભારત સરકારનું ઇન્ડિયા સેમિકન્‍ડક્ટર મિશન તથા ICICI બેંક સહાયક બનશે.

    મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, માઇક્રોનનો આ સેમિકન્‍ડક્ટર ઉત્પાદન પ્રોજેક્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને ‘મેઇક ઇન ઇન્ડિયા, મેઇડ ફોર ધ વર્લ્ડ’ ના સંકલ્પને સાકાર કરીને વિકસિત ભારત@૨૦૪૭માં ગુજરાતને સેમિકન્‍ડક્ટરનું હબ અવશ્ય બનાવશે. તેમણે સાણંદમાં 22 હજાર કરોડ રૂપિયાના ખર્ચે 93 એકર વિસ્તારમાં નિર્માણાધીન માઇક્રોન ફેસેલિટી દ્વારા વીસ હજાર જેટલું ડાયરેક્ટ-ઇન ડાયરેક્ટ એમ્પ્લોયમેન્‍ટ જનરેશન કરવાનું છે તેની પણ સરાહના કરી હતી.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં ગુજરાત ડેલિગેશન સાથે તેમના સિંગાપોર પ્રવાસ દરમિયાન માઇક્રોન ફેસેલિટી એન્‍ડ એસેમ્બલી યુનિટની વિઝિટ કરી હતી તેની યાદ તાજી કરી હતી. તેમણે કહ્યું હતું કે, સાણંદમાં નિર્માણાધીન પ્લાન્ટ પણ સિંગાપોરની પેટર્ન અને હાઇટેકનોલોજી સાથે કાર્યરત થવાનો છે તેની માહિતી આ મુલાકાત દરમિયાન માઇક્રોને ગુજરાત ડેલીગેશનને આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply