દ્વારકામાં અનોખા લગ્નોત્સવનું કરવામાં આવ્યું આયોજન
Live TV
-
દ્વારકાના રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા 301માં આદર્શશ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રુપ દ્વારા માત્ર એક રૂપિયાના ટોકન પર લગ્નો કરાવવામાં આવે છે અને ભેટ સ્વરૂપે કન્યાને લગ્નની તમામ ચીજો કરિયાવર રૂપે આપવામાં આવે છે. જલારામ મંદિર ખાતે આ રુ. 1 ના ટોકન લગ્નને માતૃ વિરબાઇમા આદર્શ લગ્ન આપવામાં આવ્યું છે. જેમાં સમાજના મધ્યમ તથા નબળા વર્ગના પરિવારો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ સાંપડયો છે. જેમાં માત્ર રુ. 1 ના ટોકન ફી સાથે ધામધૂમ પૂર્વક લગ્ન વિધિ કરવામાં આવે છે જે અનુસાર ગઈ કાલે 300 માં તથા 301 માં લગ્ન કરાવવામાં આવ્યા.
આ સોશિયલ ગ્રુપના આદર્શ લગ્નોત્સવથી દરેક સમાજે બોધ લેવા જેવો છે. રઘુવંશી સમાજ દ્વારા આ માતૃ વીરબાઈમાં ના આદર્શ લગ્નનું આયોજન સમગ્ર સમાજમાં વખાણઇ રહ્યું છે. આ ગ્રુપ દ્વારા માટે રુ. 1 ટોકનના ટોકન ચાર્જથી ધામધૂમ પૂર્વક દીકરીની મરજી પ્રમાણેની તારીખે લગ્ન કરાવી દેવામાં આવે છે અને તેમને લગ્ન જીવનની તમામ ઘરવખરી કરિયાવર તરીકે ભેટ સ્વરૂપે આપવામાં આવે છે સાથે જાન અને માનને મીઠાઈ સાથે ભોજન સમારંભ પણ કરી આપવા આવે છે. સાથે સાથે 17 જેટલા આ વિસ્તારના રઘુવંશી શ્રેષ્ઠ ડિગ્રી અને ઉચ્ચ હોદ્દા ધરાવતા ફ્રેશ યુવક યુવતીઓનું સન્માન રઘુવંશીઓ વચ્ચે કરવામાં આવ્યું હતું. આ તકે જીલ્લાના શ્રેષ્ઠ રઘુવંશી અગ્રણીઓ હાજર રહી સોભા વધારી હતી. આ રુ. 1 ટોકન લગ્ન સિસ્ટમ હંમેશા ચાલતી રહે અને નાના તથા મઘ્યમ વર્ગની દીકરીઓ માટે આશીર્વાદ રૂપ બની રહે તેવી પ્રથનાં જલારામ બાપાને કરવામાં આવી હતી.
