Skip to main content
Settings Settings for Dark

દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ

Live TV

X
  • જન્માષ્ટમીના દિવસે જગત મંદિરના દ્વાર ખુલ્યા બાદ આરતી, મટકી ફોડ, ભજન સત્સંગ સહિત નંદ ઘેર આનંદ ભયો જન કનૈયા લાલ કીના નાદ સાથે દ્વારકાધીશનું મંદિર પરિસર ગુંજી ઉઠશે.

    યાત્રાધામ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવવા અનેરો થનગનાટ છે. ભગવાન શ્રીકૃષ્ણની કર્મભુમિ દ્વારકા કૃષ્ણમય બની છે. જન્માષ્ટમીના દિવસે ભગવાનનો જન્મોત્સવ હોય સામાન્ય દિવસોથી વિશેષ આયોજનો કરાયા છે. સવારે અભિષેક પુજા, ઠાકોરજીને શૃંગાર, આરતી, સોના-ચાંદીની ચોપાટ, ભોગ, નંદોત્સવ સહિતના આયોજનો કરવામાં આવ્યા છે. જગત મંદિરમાં ભગવાનશ્રી દ્વારકાધીશના જન્મોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને મંદિર વહીવટી તંત્ર દ્વારા જગત મંદિરમાં લોકોને પૂરતી સુવિધા મળી રહે તે હેતુથી તમામ તૈયારીઓ કરાઈ રહી છે. તો ભાવિક ભક્તો માટે પ્રસાદીનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જગત મંદિરને અલગ-અલગ લાઇટથી શણગારવામાં આવ્યું છે. મંદિરના શિખર, પરિસર તેમજ ગર્ભગૃહમાં વિશેષ શણગાર કરાયું છે. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થવાની હોય ત્યારે રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ નાથના દર્શનનો લ્હાવો લેવા આવતા હોય છે. ત્યારે જન્માષ્ટમીના દિવસે જગત મંદિરના દ્વાર ખુલ્યા બાદ આરતી, મટકી ફોડ, ભજન સત્સંગ સહિત નંદ ઘેર આનંદ ભયો જન કનૈયા લાલ કીના નાદ સાથે દ્વારકાધીશનું મંદિર પરિસર ગુંજી ઉઠશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply