Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર ખાતે નવનિર્મિત વિશિષ્ટ સર્કિટ હાઉસનું નીતિન પટેલે કર્યું ઉદ્ઘાટન

Live TV

X
  • પાટનગર ગાંધીનગર ખાતે રૂા.૬.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત અતિ વિશિષ્ટ સરકીટ હાઉસનું લોકાર્પણ કરતાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ

    રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે કાર્યરત સરકીટ હાઉસની બાજુમાં જ રૂા.૬.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત આધુનિક સુવિધાથી સજ્જ અતિ વિશિષ્ટ સરકીટ હાઉસનું નાયબ મુખ્યમંત્રીશ્રી અને માર્ગ મકાન મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે લોકાર્પણ કર્યુ હતું.

     નાયબ મુખ્યમંત્રી શ્રી પટેલે લોકાર્પણ કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાત જ્યારે મોડલ રાજ્ય છે અને પાટનગર ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે આ કાર્યક્રમમાં આવતા મહાનુભાવોને આ કક્ષાની સગવડ મળી રહે તે આશયથી આ નવીન સરકીટ હાઉસ બનાવવામાં આવ્યું છે. જેના લીધે ગુજરાતનું આતિથ્ય એ લોકોને સારી રીતે મળી શકશે અને એના લાભો પણ આવનાર સમયમાં રાજ્યને મળશે.

     શ્રી પટેલે ઉમેર્યુ કે, આ નવીન અતિ વિશિષ્ટ સરકીટ હાઉસ બે માળનું બનાવાયુ છે જેમાં સીટીંગ,   ડાઇનીંગ અને બેડ રૂમની સુવિધાવાળા આઠ સ્યુટ રૂમ, વેઇટીંગ લોંજ, વી.આઇ.પી. ડાઇનીંગ હૉલની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. ઉપરાંત રાજ્ય સરકારના અધિકારીઓ તથા મહાનુભાવો સાથે બેઠકો યોજી શકાય તે માટે કોન્ફરન્સ હૉલની સુવિધા પણ ઉપલબ્ધ બનાવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply